બે મહિના પછી લગ્ન હતા:ઈસ્કોનબ્રિજ અકસ્માત બાદ ઊંઘી ગયેલી અમદાવાદ પોલીસ ફરી જાગી; યુવતીનો જીવ ગયા બાદ
અમદાવાદમાં બેફામ રીતે દોડી રહેલી ખાનગી બસના ચાલકે વધુ એક નિર્દોષ યુવતીનો ભોગ લીધો છે. સિગ્નલ બંધ થવાના ડરમાં બસ પૂરપાટ ઝડપી ચલાવી સિગ્નલ પર રહેલા બાઈક પર યુવક-યુવતીને અડફેટે લીધાં હતાં, જેમાં યુવતી નીચે પટકાતાં બસનું ટાયર ફરી વળ્યું હતું. એમાં યુવતીનું ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે તપાસ કરતાં બસ પરમિશન વિના ચાલતી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત જાહેરનામાનો પણ ભંગ કર્યો છે. ઈસ્કોનબ્રિજ અકસ્માત બાદ ઊંઘી ગયેલી અમદાવાદ પોલીસ અકસ્માતે એકનો જીવ ગયા બાદ ફરી સફાળી જાગી છે. હવે ચેકિંગ કરી પરમિશન વિના ચાલતી ખાનગી બસો સામે કાર્યવાહી કરવાના દાવા કરી રહી છે.
અકસ્માતની સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ શહેરમાં બેફામ ફરતી
Comment
Rishi
Nov 27, 2023 (05:26 PM)