ભારતીય શેરબજારમાં નિફટીએ રચ્યો ઇતિહાસ, સર્વોચ્ચ સપાટી નોંધાવી
નિફ્ટી શુક્રવારે નવી ઊંચાઈ એટલેકે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. આજે 1લી ડિસેમ્બરે શુક્રવારે બજાર ખુલ્યાના થોડા સમય બાદ નિફ્ટીએ 20,232.10ની નવી રેકોર્ડ સપાટી બનાવી છે. 15 સપ્ટેમ્બર 2023 પછી નિફ્ટીનું આ સર્વોચ્ચ સ્તર છે.
નિફ્ટી શુક્રવારે નવી ઊંચાઈ એટલેકે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. આજે 1લી ડિસેમ્બરે શુક્રવારે બજાર ખુલ્યાના થોડા સમય બાદ નિફ્ટીએ 20,232.10ની નવી રેકોર્ડ સપાટી બનાવી છે. 15 સપ્ટેમ્બર 2023 પછી નિફ્ટીનું આ સર્વોચ્ચ સ્તર છે.
તાજેતરમાં નિફ્ટીએ 26 ઓક્ટોબરે 18,838ની નીચી સપાટી બનાવી હતી આ સ્તરથી નિફ્ટીમાં 7%નો વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં YTD મુજબ નિફ્ટી 11.2% વધ્યો છે જ્યારે સેન્સેક્સ 10.4% વધ્યો છે.
નિફટીએ 15 સપ્ટેમ્બર પછી નવો રેકોર્ડ બનાવ્યો
આ સિવાય નિફ્ટી 500 એ 18082.35ની નવી ઊંચી સપાટી સાથે નિફ્ટી મિડકેપ 150 અને નિફ્ટી સ્મોલકેપ 250એ પણ નવા રેકોર્ડ બનાવ્યા છે. નિફ્ટી એનર્જી, નિફ્ટી ઓટો, નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી પીએસઈ પણ નવા રેકોર્ડ હાઈ પર છે.
L&T, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ITC એ નિફ્ટીને નવી ઊંચાઈએ લઈ જવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી, અપેક્ષા કરતાં વધુ GDP વૃદ્ધિના આંકડાએ બજારનો મૂડ સુધર્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ 7.6% હતો, જ્યારે બ્લૂમબર્ગનો અંદાજ 6.8% હતો.
સેન્સેક્સનું માર્કેટ કેપ 4.1 ટ્રિલિયન ડોલર થયું
29 નવેમ્બરે સેન્સેક્સે નવો ઈતિહાસ નોંધાવ્યો હતો. પ્રથમ વખત BSE સેન્સેક્સનું માર્કેટ કેપિટલાઇઝેશન 4 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું, જે તેની સર્વકાલીન ઉચ્ચ સપાટી છે. સેન્સેક્સનું માર્કેટ કેપ 4.1 ટ્રિલિયન ડોલર અથવા રૂપિયા 3,33,26,881.49 કરોડ નોંધાયું હતું.
આ પણ વાંચો : ટાટા ટેક્નોલોજીસના આઇપીઓની સફળતા બાદ ટાટા ગ્રુપનું માર્કેટ કેપ પહેલીવાર રૂપિયા 26 લાખ કરોડને પાર પહોંચ્યું
આજે બજારમાં તેજી જોવા મળી હતી
શુક્રવારે સેન્સેક્સે મોટો વધારો નોંધાવ્યો અને 67 હજારના સ્તરને પાર કરીને 67,181.15 પર ખુલ્યો. સવારે 10 વાગ્યે સેન્સેક્સ 363.29 પોઈન્ટ અથવા 0.54% વધીને 67,352 પર ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 21 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 9 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી વિશે વાત કરીએ તો, તે 20,194.10 પર ખુલ્યો હતો અને થોડા સમયની અંદર તે સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. સવારે 10 વાગ્યે, નિફ્ટી 1.99% અથવા 395.40 પોઈન્ટના વધારા સાથે 20,225.80 પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ પણ વાંચો : જો તમને ટાટા ટેકનોલોજીસનો IPO નથી લાગ્યો તો હજુ પણ એક મોકો છે, જાણો કેવી રીતે થશે કમાણી
Comment