ખેડામાં પાંચ લોકોના મોત, શંકાસ્પદ પીણા બાદ તબિયત લથડ્યાની આશંકા
નડિયાદ: ખેડામાં 5 વ્યક્તિના શંકાસ્પદ મોત થવાની ચર્ચા તેજ બની છે. એક સાથે 5 લોકોના મોતને લઇ અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. બે દિવસમાં બિલોદરા અને બગડુ ગામમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. આને કારણે ખેડા જિલ્લાની સમગ્ર પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઇ છે. આ કેસમાં Sog, LCB, નડીયાદ રૂરલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. પોસ્ટમોર્ટમ કર્યા બાદ સમગ્ર હકીકત બહાર આવશે.
લઠ્ઠાકાંડની પણ ચર્ચા?
ખેડા જિલ્લાના બે ગામ બિલોદરા અને મહુધાના બગડુમાં શંકાસ્પદ પીણા બાદ પાંચ લોકોનાં મોત નીપજ્યાનું સામે આવ્યું છે. આ અંગે અનેક તર્ક વિતર્કો ચાલી રહી છે. શંકાસ્પદ પીણું પીધા બાદ પાંચ લોકોની તબિયત બગડી હતી. જે બાદ તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ લોકોના મોતની માહિતી સામે આવી છે. જોકે, આ મામલે પોલીસ કાંઇપણ હાલ બોલવા તૈયાર નથી. જોકે, લોકોમાં તો લઠ્ઠાકાંડ થયાની પણ ચર્ચાઓ થઇ રહી છે.
Comment