દાંતીવાડા ડેમનો ગેટ અધખુલ્લો રહી જવાનો મામલો, મધ્યપ્રદેશથી બોલાવેલ ટેક્નિકલ એક્સપર્ટ મરામત કરશે
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમના દરવાજામાં ખામી સર્જાવાને લઈ અધખૂલ્લો રહી જવા પામ્યો છે. દાંતીવાડ ડેમનું પાણી બીનજરુરી રીતે કેનાલમાં વહી જવાને લઈ ખેડૂતોની ચિંતા વધી ચૂકી છે. ચોમાસામાં દાંતીવાડા ડેમ 100 ટકા ભરાઈ જવાને લઈ ખેડૂતોમાં મોટી ખુશી વ્યાપી હતી. પરંતુ હવે પાણીનો વેડફાટ થવાને લઈ ચિંતા વધી છે. બીજી તરફ મધ્યપ્રદેશથી મરામત કરવા માટે નિષ્ણાંત ટીમને બોલાવવામાં આવી છે.
દાંતીવાડા ડેમનો દરવાજો અધખુલ્લો રહી જવાને લઈ પાણી વેડફાટ થઈ રહ્યો છે. ડેમના પાણીમાં પણ છેલ્લા પાંચેક દિવસમાં ઘટાડો નોંધાયો છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે કેનાલમાં પાણી છોડવા માટે દરવાજો ખોલવામાં આવ્યો હતો. જે દરવાજાને બંધ કરવા દરમિયાન લોખંડનો રોડ બેન્ડ થઈ જવા પામ્યો હતો. આમ ગેટ સંપૂર્ણ રીતે બંધ નહીં થતા ડેમનુ પાણી પ્રતિ સેકન્ડ 300 ક્યુસેક કરતા વધારે વહી જહી રહ્યુ છે. એટલે કે પ્રતિ કલાકે 30 કરોડ લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ગુજરાત સાથે હતો નાતો, આ શહેરમાં આવેલુ છે પૈતૃક ઘર
આ માટે હવે મધ્ય પ્રદેશથી બોલાવવામાં આવેલ ટેકનીકલ ટીમ ડેમના ગેટનુ મરામત કરશે. આ માટે નિષ્ણાંત ટીમને બોલાવવા માટે તજવીજ હાથ ધરી છે અને જેના આવવા પર પાણીનો વેડફાટ અટકવાની આશાઓ બંધાયેલી છે. જોકે ગુરુવાર સુધી આ ટીમ દાંતીવાડા પહોંચી શકી નથી. આમ શુક્રવારે મરામતની કામગીરી નિષ્ણાંતો દ્વારા હાથ ધરાય એવી શક્યતાઓ જણાઈ રહી છે.
Comment