લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં આજે અર્બનરાઇઝર્સ હૈદરાબાદ અને ભીલવાડા કિંગ્સ વચ્ચે ટક્કર


લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) 2023 ની 12મી મેચ શુક્રવાર, 1 ડિસેમ્બરે ભીલવાડા કિંગ્સ સામે અર્બનરાઇઝર્સ હૈદરાબાદ ટકરાશે. વિશાખાપટ્ટનમમાં શિફ્ટ થાય તે પહેલા જમ્મુના મોલાના આઝાદ સ્ટેડિયમમાં આ છેલ્લી મેચ હશે. ત્યારબાદ વિંઝાગ અને સુરતમાં લિજેન્ડસ લીગ ક્રિકેટનો જંગ જામશે. તો ચાલો જોઈએ પોઈન્ટ ટેબલની સ્થિતી શું છે.


લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2023ની 12મી મેચ ભીલવાડા કિંગ્સ અને અર્બનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. ભીલવાડા કિંગ્સની અગાઉની મેચ સધર્ન સુપર સ્ટાર્સ સામે હતી. પરંતુ વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. છેલ્લી મેચમાં અર્બનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત જાયન્ટ્સ સામે 1 રનથી રોમાંચક જીત નોંધાવી હતી.


લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2023ની 12મી મેચ મૌલાના આઝાદ ક્રિકેટ સ્ટેડિયમ જમ્મુ અને કાશ્મીરમાં રમાશે. આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકો છો.આ પ્રથમ વખત હશે જ્યારે અર્બનરાઇઝર્સ હૈદરાબાદ લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ભીલવાડા કિંગ્સ સામે ટકરાશે.

માર્ટિન ગુપ્ટિલ, ડ્વેન સ્મિથ, ગુરકીરાત સિંહ માન, સુરેશ રૈના , પીટર ટ્રેગો, સ્ટુઅર્ટ બિન્ની, અમિત પૌનીકર , દેવેન્દ્ર બિશુ, પવન સુયલ, ક્રિસ એમપોફુ, જેરોમ ટેલર.


લેન્ડલ સિમન્સ, તિલકરત્ને દિલશાન, ઇકબાલ અબ્દુલ્લા, રોબિન બિસ્ટ, ઇરફાન પઠાણ , યુસુફ પઠાણ, ક્રિસ્ટોફર બાર્નવેલ, સોલોમન મિરે, જેસલ કારિયા, પિનલ શાહ, અનુરીત સિંહ


લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2023નું આપણે પોઈન્ટ ટેબલ જોઈએ તો. પહેલા સ્થાન પર ગુજરાત જાયન્ટ્સ 5 સ્થાન સાથે નંબર વન પર છે. બીજા સ્થાને મનીપાલ ટાઈગર્સે અને હૈદરાબાદ 4-4 પોઈન્ટ સાથે છે. ત્યારબાદ ઈન્ડિયા કેપિટલ્સ અને છેલ્લા સ્થાન પર ભીલવાડા કિંગ્સ છે.

LEAVE A COMMENT

Comment

    No Comments Found!

NOTIFICATIONS

ENTER EMAIL TO RECEIVE NOTIFICATION

NOTIFICATIONS

ENTER EMAIL TO RECEIVE NOTIFICATION