લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPને મોટો ઝટકો, ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી આપ્યુ રાજીનામું


દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકસભાની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે

ગુજરાત રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે અને ધારાસભ્ય પદેથી તેઓએ રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ભૂપત ભાયાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે ગઈકાલે મુલાકાત કરી હતી. તેઓ ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં હોવાની પણ માહિતી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપમાં જોડાય જાય તેવી શક્યતા છે.

LEAVE A COMMENT

Comment

    No Comments Found!

NOTIFICATIONS

ENTER EMAIL TO RECEIVE NOTIFICATION

NOTIFICATIONS

ENTER EMAIL TO RECEIVE NOTIFICATION